ઉઘાડેલી બારી નો સ્વપ્નદૃષ્ટા..

બેઠો છું જીવંત હું, આ કિકિયારી કરતી બારી પાસે;
છતાં ઘણાં માણસોથી ભરેલાં રસ્તાઓ ખાલીખમ લાગે છે;
શિયાળાની ગુલાબી સવાર બાદ આભ પણ આશરો દેતું થઈ ગયું,
એટલે જ તો હવે કયાં કોઈ પંખી સ્વાર્થી એવાં માણસોના ઘરે માળાઓ બાંધે છે;
હવે તો આ કુદરત થી પણ અળગા થઈ ને રહેવા લાગ્યા છે લોકો,
એટલે જ તો કુદરત પણ કમોસમી વરસાદ કરી સાથમાં સાથ પુરાવે છે;
આવાં જાણે કે માનવ મહેરામણ જેવાં વિચારો ઉમટયા છે મારા મનમાં,
જે હૈયાફાટ રુદન ની જેમ મને ભર શિયાળે પણ ભીંજવી જાણે છે..

– કૃતાર્થ જોષી

તને ફરીથી જોયાનો આનંદ…

કોણ જાણે તારી આંખ અને હોઠોએ આજ તને ફરી હસાવી છે,

લાગે છે ગઈકાલે થોડીવાર માટે રહેલી પાનખર ફરીથી વસંત લાવી છે.

-કૃતાર્થ જોષી